Sunday, June 7, 2026

તળ સપાટીએ પાણી બચાવવા માટે પ્રયત્નો કરતા રાજકોટના ભાઈ બહેનને સરકારે બિરદાવ્યા.

Advertisement
Advertisement
Advertisement

તળ સપાટીએ પાણી બચાવવા માટે પ્રયત્નો કરતા રાજકોટના ભાઈ બહેનને સરકારે બિરદાવ્યા.

રાજકોટના રઘુવંશી સમાજનું ગૌરવ એવા નીલ અને વૃતિકા પોતાના અભ્યાસની સાથે સાથે પાણી બચાવવા માટેનું અભ્યાન ચલાવી રહ્યા છે ત્યારે તેમના અલગ અલગ પ્રયોગો અને સામાજિક કાર્યો ને સરકારે બિરદાવી છે.

ત્યારે આ અંગે વધુ વાત કરી એ તો વરસાદી પાણીના સંગ્રહ માટે સતત કાર્યરત નીલ અને વ્રીતીકા વૈજ્ઞાનિક ઢબે લોકોને સમજાવે છે. ડિઝાઇન કરેલા પેમ્પલેટ લોકોમાં વહેંચી જન જાગૃતિ ફેલાવે છે. પોતાના ફ્રી સમય માં વરસાદી સીઝનમાં વધુમાં વધુ પાણી જમીન માં ઉતરે તેના માટે અસંખ્ય બિલ્ડીંગોમાં, ફ્લેટ્સ અને મકાનોમાં સમજાવે છે. તેમના એક અંદાજ મુજબ જો આ રીતે જમીન માં થી પાણી ખેચશું તો ૨૦૩૦ માં ભારત માં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તળ ખુબ ઊંડે ચાલ્યું જશે. ગવર્મેન્ટ નવા બનતા બિલ્ડીંગોમાં તો ફરજીયાત રૈન વોટર હાર્વેસ્ટિંગ કરાવે છે. પણ જુના બિલ્ડિંગોમાં અને મકાનોમાં ઉપરથી રૈન વોટર હાર્વેસ્ટીંડ સિસ્ટમ મુકવી જોઈએ તેઓનો સંકલ્પ છે. ત્યારે તેઓ પાણી બચાવવા માટે અનેક અથાક પ્રયત્નો કરી રહ્યા છે જેમાં તેઓ દ્વારા એક કુંડું પણ બનાવવામાં આવ્યું છે જેમાં ઓછા પાણીએ વૃક્ષનું જતન થઈ શકે છે ત્યારે તેમના આ કાર્યને સરકારે બિરદાવી છે.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW