Saturday, June 27, 2026

ટંકારા ના મોરબી નાકા દેવીપૂજકવાસમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ત્રણ નાશી ગયા.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના મોરબી નાકા દેવીપૂજકવાસમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ત્રણ નાશી ગયા.

ટંકારા શહેરના મોરબી નાકા નજીક દેવીપૂજકવાસમાં અમુક પત્તા પ્રેમીઓ જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી. ત્યારે સ્થળ પરથી ચાર જુગારીઓ મડી આવ્યા હતા અને ત્રણ નાશી છુટતા પોલીસે તેમને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા શહેરના મોરબી નાકા નજીક દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી તુલસીભાઈ ગોરધભાઈ કુંઢીયા, ચતુરભાઈ તુલસીભાઇ કુંઢીયા, સુંદરભાઈ લાખાભાઈ કુંઢીયા અને હસમુખભાઈ શીવાભાઈ કુંઢીયા રંગે હાથ ઝડપાઇ ગયા હતા જ્યારે આરોપી નાથાભાઈ ગોવાભાઈ કુંઢીયા, વાસુરભાઈ નવનીતભાઈ કુંઢીયા અને સંજયભાઈ પ્રકાશભાઈ વીકાણી નાસી ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 12,230 કબ્જે કરી સાતેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,610

TRENDING NOW