Saturday, June 20, 2026

ટંકારા :- ઉમાં આશ્રમ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા :- ઉમાં આશ્રમ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો.

ટંકારાના ઉમા આશ્રમ ખાતે ગત રવિવારના રોજ સામાજિક સમરસતા યજ્ઞ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત ૫/૨/૨૦૨૩ રવિવાર ના રોજ ઉમા આશ્રમ,જબલપુર,ટંકારા મુકામે સામાજિક સમરસતા મહાયજ્ઞ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા યોજાયો. આ યજ્ઞ માં ટંકારા તાલુકા તથા નગર માં વસતા તમામ સમાજ ના લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો..રમણીકભાઇ વડાલિયા તથા આર્યવીર ટીમ દ્વારા યજ્ઞ વિધિ કરાવવામાં આવી.આર્યસમાજ મહાલય ના આચાર્ય શ્રી રામદેવજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા અને સમાજ માં એકતા,સંગઠન અને સમરસતા અખંડ રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. આ મહાયજ્ઞ માં ખૂબ સારી સંખ્યા માં ભાઈઓ,બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે ટંકારા ના સમરસતા સંયોજક શ્રી દિપકભાઈ ખત્રી અને આર.એસ.એસ.ના કાર્યકર્તા ઓ એ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,608,872

TRENDING NOW