પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓની સુચના અને રાધીકા ભારાઇ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર
એચ.એન.રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને અમો પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક બોલેરો ગાડી રજી. નં. GJ-08-AU-3384 વાળીમા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ કાઉન્ટી ક્લબ ડિલક્ષ વ્હીસ્કી તથા વ્હાઈટ લેક વોડકા ૭૫૦ મીલીની બોટલો નંગ ૨૩૦ કિ રૂ કિ.રૂ.૬૯૦૦૦/- તથા બોલેરો ગાડી મળી કુલ મુદ્દામાલ રૂ ૩,૧૯,૦૦૦/- સાથે આરોપી દિનેશકુમાર ભગવાનારામ નેણ જાતે બિશ્નોઈ ઉ.વ.૨૮ ધંધો
ખેત-મજુરી રહે ગામ સરવાણા તા સાંચોર જી જાલોર રાજસ્થાન વાળો મળી આવતા ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.





