Tuesday, March 10, 2026

ટંકારાના નેસડા (સુ) ગામે ઝેરી દવા પી જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના નેસડા ગામે યુવકે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ટંકારાના નેસડા (સુ.) ગામે વિનયભાઇ ભિમાણીની વાડીમાં રહી મજૂરી કામ કરતા ભીમસીંગ સોમસીંગ સોંલકી (ઉ.વ.૨૫) એ ગત તા.૨૮ ના રોજ રાત્રીના નવેક વાગ્યે વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તા.30ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW