જામનગરના યુવાન પુત્ર તેમજ માતા સંસાર છોડી દીક્ષાના માર્ગે પ્રયાણ કર્યું.
અહેવાલ રામ જોગાણી
જામનગરમાં રહેતાં અને મળ શિહોર ગામના વતની શાહ પરિવારના માતા તેમજ તેમના પુત્રએ સંસાર છોડીને દિક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રસ્થાન કરવા નિર્ધાર કર્યાે હતો ત્યાર પછી ગઈકાલે સવારે તેમના વર્ષીદાનની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગુરૃજનો તેમજ મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતાં. શિહોરવાળા કૌશિકભાઈ શાહના પત્ની મીનાબેન અને ગ્રુપ પરીક્ષાઓ પાસ કરીને સીએ ફાઈનલ સુધી પહોંચેલા રપ વર્ષના પુત્ર વિરલએ દિક્ષા ગ્રહણ કરવા માટે સંકલ્પ કર્યા પછી ગુરૃજનોની અનુમતિથી આગામી તા. ર૮ જાન્યુઆરીએ. માતા મીનાબેનની દિક્ષા સુરતમાં અને વિરલભાઈની દિક્ષાવિધી તા. ૧૩ માર્ચ-ર૦ર૪ના ગિરનારમાં આચાર્યદેવ હેમવલ્લભ સુરીશ્વરજીની નિશ્રામાં યોજાશે. અઢી વર્ષ પહેલા વિરલભાઈના કુટુંબના ત્રણ નાના ભાઈ-બહેનોએ વિરાગી, હેત્વી અને ચૈત્યએ દિક્ષા ગ્રહણ કરી હતી ત્યાર પછીથી જ વિરલભાઈને દિક્ષા લેવાનો વિચાર આવ્યો હતો. ત્યાર પછી ગુરૃજનો સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી પછી ગુરૃજનોના આશિર્વાદ અને પરિવારની અનુમતિથી દિક્ષાના માર્ગે પ્રસ્થાન કર્યું છે. મીનાબેનની દીક્ષા અંગે તેમના પતી કૌશીકભાઈએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે પુત્રએ યુવાન વયે આ નિર્ણય લઈને ધર્મના માર્ગે જવાનું વિચારતા તેમને પણ સંસાર છોડવાનો નિર્ણય કરી અને ધર્મના માર્ગે પ્રયાણ કરવા સંકલ્પ કર્યાે છે. આ બન્ને માતા-પુત્રના દિક્ષા સમારોહના પ્રસંગે પહેલા ગઈકાલે તેમની વર્ષિદાનની શોભાયાત્રા ચાંદીબજારમાં આવેલા દેરાસરથી નીકળી અને શહેરના વિવિધ માર્ગાે પર ફરી ચાંદીબજારમાં શેઠજી દેરાસરમાં સંપન્ન કરવામાં આવી હતી.





