Sunday, June 7, 2026

ઓરેવા ગ્રુપ ના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.

Advertisement
Advertisement
Advertisement

ઓરેવા ગ્રુપ ના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.

પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ (ઓરેવા ગ્રુપ) ના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા ટાઉનશીપ, યુનિક સ્કૂલ ખાતે 31-07-2022 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ હતું. બ્લડ ડોનેશનમાં કેમ્પમાં બ્લડ ડોનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન આશરે ૮૦ બોટલ બ્લડ એકઠું થયેલું, આશરે ૧૬ લોકોએ ચક્ષુદાનનો અને ચાર લોકો એ દેહ દાનનો સંકલ્પ કર્યો હતો. બ્લડ ડોનેશન કરનાર દરેક ડોનરો ને ઓરેવા ગ્રુપ તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો. દીપ પ્રાગટ્ય માં ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતાં. લોક હીત અને લોક કલ્યાણ ના આ કાર્ય માં મનુભાઈ જાકાસનીયા રતિલાલ ભાલોડિયા, મહેન્દ્ર ભાઈ કડીવાર, રણછોડભાઈ મોરી, નરેન્દ્રભાઈ કાલરીયા, જયેશ ભાઈ કાલરીયા જેવા દરેક મેમ્બરો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી… આ સેવાકીય કાર્ય માં અજંતા-ઓરેવા ગ્રૂપના સુપ્રીમો અને પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ એ આપેલ યોગદાન બદલ સમગ્ર ટીમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો.

Related Articles

Total Website visit

1,607,813

TRENDING NOW