Thursday, March 12, 2026

એન્ટિ રોમિયોસ સ્કોર્ડનુ નિર્માણ કરવામાં આવે અને સ્ત્રી ઉત્પિડન પર રોક લગાવવામાં આવે :- એકતા એજ લક્ષ્ય સંગઠન નારી શક્તિ શાખા મોરબી

Advertisement
Advertisement
Advertisement

એન્ટિ રોમિયોસ સ્કોર્ડનુ નિર્માણ કરવામાં આવે અને સ્ત્રી ઉત્પિડન પર રોક લગાવવામાં આવે :- એકતા એજ લક્ષ્ય સંગઠન નારી શક્તિ શાખા મોરબી

મોરબી ની અંદર હાલ સ્ત્રી ઉત્પિડન નાં બનાવો વધી રહ્યા છે એ લવ જિહાદ ના રૂપે નાબાલિક દીકરીઓને ફસાવવી હોય કે પછી હાલમાં જ બનેલા બ્યુટી પાર્લર ગેંગરેપ અને થોડા સમય પહેલા સુપર માર્કેટ પાસે છેડતી ના વિડીયો વાયરલ થયા હતા. આવા અનેક કિસ્સાઓ છે જેમાં મોરબી ની અંદર મહિલા પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. માતાઓ પોતાની દીકરીઓને એકલા ઘરેથી બહાર મોકલતા ડરે છે. મોરબીમાં આવારા તત્વોના ત્રાસ અતિશય વધતો જઈ રહ્યો છે.

ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠનની નારી શક્તિ શાખા જે નારી સશક્તિકરણ માટે બનેલી શાખા છે અને હરહંમેશ નારી શક્તિ માટે વિચારે છે જેથી કરી આ સંગઠન દ્વારા કલેકટર શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું છે કે મોરબી ની અંદર કડક થી કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા આવે જેથી કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે અને આવા કોઈપણ બનાવવા ન બને. તથા પોલીસની એક ટીમ ને એન્ટિ રોમિયો સ્કવોર્ડ તરીકે બનાવવામાં આવે જે આવારા તત્વો અને છેડતી કરતા અથવા બહેનોને હેરાન કરતા રોકે જેથી કરી મોરબી ની અંદર સ્ત્રી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW