Friday, May 9, 2025

ઉછીના આપેલા 25 લાખ રૂ. ની ઉઘરાણી કરતા બબાલ, વૃદ્ધને જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા યુવાને મિત્રતાના નાતે પોતાની જમીન ગીરવે મૂકી ૨૫ લાખ રૂપિયા ઉછીના આપ્યા બાદ આ રૂપિયા પરત માંગતા ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિનોદભાઇ જાદવજીભાઇ ચીણોજીયાએ મૂળ હડમતીયાના અને હાલ મોરબી રહેતા આરોપી હીતેશ કેશવજીભાઇ કામરીયાને પોતાની જમીન ગીરવે મૂકીને પચ્ચીસ લાખ રૂપીયા સબંધના દાવે આપ્યા હતા. ત્યાર બાદ વિનોદભાઈને રૂપિયાની જરૂર પડતા તમણે હિતેશભાઈ પાસેથી રૂપિયા માંગતા મોરબીના ઘુનડા રોડ અભારાની વાડી નજીક આવેલ બસ સ્ટેન્ડ નજીક ડખ્ખો થયો હતો. જેમાં ત્રણ આરોપીઓ હીતેશ કેશવજીભાઇ કામરીયા અને ધ્રુવ નરભેરામ કામરીયા તથા અશોક ઠાકરશીભાઇ મેરજા રહે. બંન્ને હડમતીયાવાળાઓએ વિનોદભાઈ સાથે બેફામ વાણી વિલાસ આચરી માથાકુટ કરી હતી. ઝપાઝપી દરમિયાન વિનોદભાઈને ડાબી આંખની નીચે ઇજા થઈ હતી આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા વિનોદભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવી હતી જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,830

TRENDING NOW