ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા
સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારા ના સ્મરણાં
નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ નું આયોજન થયું.
હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે શરમ સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતાહોય છે . સજાગતા થી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે..
સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 હોય છે
પણ Indian Lioness club morbi દ્વારા આ નિદાન કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવ્યો.
મોટી સંખ્યામાં મોરબીના અલગ અલગ વિસ્તારના બહેનોએ આ કેમ્પ નો લાભ લીધો.
આ કેમ્પમાં દીપ પ્રાગટય માં મોરબીના નામાંકિત મહેમાનો હાજર રહ્યાં…
આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા એ આ પ્રોજેક્ટ ના દાતા નીલાબેન છનીયારા નો ખુબ ખુબ આભાર માન્યો હતો. સાથે ક્લબની પૂરી ટીમ મેમ્બર્સ કે જેમણે સાથે મળી આ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.મયુર હોસ્પિટલના સંચાલકશ્રીઓ કે જેમણે આ પ્રોજેક્ટ માટે હોસ્પિટલ ફાળવી હતી તેમનો પણ ખુબ ખુબ આભાર માન્યો….અન્ય ખર્ચ ને પહોંચી વળવા માટે પ્રીતિબેન દેસાઈ એ પણ સહયોગ આપ્યો હતો….





