Friday, June 19, 2026

૧૪ જેટલા ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

૧૪ જેટલા ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઝડપાયો.

મોરબી એ ડિવિઝન પોલીસે ૧૪ જેટલા ચોરી કરેલ બાઈક સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમા મોરબી શહેરમા આંટા મારે છે અને આ બાઈક મોરબી મકરાણીવાસથી આગળ નદીના કાંઠે રામઘાટ પાસે હોવાની હકિકત મળતા આ જગ્યાએ જતા ચતુરભાઇ કુકાભાઇ ભોજવીયા ઉ.વ.૫૫ ધંધો.સીક્યુરીટી ગાર્ડ રહે.હાલ નવી પીપળી ગામ વૃંદાવન સોસાયટી તા.જી.મોરબી મુળ રહે,નારીચાણા ગામ તા.ધાંગધ્રાવાળાને અટકાવી કાગળો માંગતા ગોળ ગોળ જવાબ આપતાં.જેથી એ.એસ.આઇ રાજદીપસિંહ રાણાએ પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી સીટીમાંથી ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને ધરપકડ કરી વધુ પુછપરછ કરતા આ ઇસમના નવી પીપળી ગામ વ્રુદાવન સોસાયટી વાળા ઘરેથી નંબર પ્લેટ વગરના અન્ય છ ચોરીના મોટર સાયકલો મળી આવતા કબ્જે કરેલ છે.તેમજ આરોપીએ મોરબી શહેર વિસ્તારમાથી ચોરી કરી આર.સી બુક થોડા દિવસમા આપી દવ તેવા બહાના કરી સાહેદોને વેચાણથી આપેલ પોલીસે કુલ ૧૪ ચોરીના બાઈક કબજે કરેલા છે જેમાંથી છ બાઈક વેચી નાખ્યાનું પણ જણાવ્યું છે આરોપી મોટા ભાગે જે બાઈકમાં આરોપીએ હેન્ડલ લોક માર્યા વગરનુ મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરીના ગુન્હાને અંજામ આપેલ છે.તો આ બાઈક તે લોકોને ૫ થી ૧૦ હજારમાં વેચી નાખતો હતો.ત્યારે પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,729

TRENDING NOW