મોરબીના રણછોડ નગર વિસ્તારમાં IPL નો જુગાર રમતો એક ઝડપાયો,એક ફરાર.
મોરબીના રણછોડનગર સતનામ એપાર્ટમેન્ટમાં નીચેના ભાગે આવેલ ડિલક્ષ પાન પાસે જાહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર રન ફેરનો પૈસાની હારજીતનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર સતનામ એપાર્ટમેન્ટમાં નીચેના ભાગે આવેલ ડિલક્ષ પાન પાસે જાહેરમાં આરોપી તુલસીભાઈ હસમુખભાઇ શંખેસરીયા (ઉ.વ.૩૨) રહે. રાજનગર પંચાસર રોડ હનુમાન મંદિર પાછળ મોરબી વાળાએ પોતાના ઓપો કંપનીના મોબાઇલ માં ક્રિકેટલાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ હાલમાં ચાલતા ૨૦-૨૦ લખનઉ તથા પંજાબ વચ્ચેના ક્રિકેટ મેચ જોઇ આરોપી ઇમરાન કાસમાણી વાળા સાથે ક્રીકેટ મેચ ઉપર રન ફેર તથા થાય નો થાય તે રીતે પૈસાની હારજીતનો જુગાર રમી દાવ લગાડી જુગાર રમતો હતો જે બાબતે રેઇડ દરમિયાન મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/ તેમજ તથા ડાયરી તથા બોલપેન તથા રોકડ રૂપિયા ૮૫૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૫,૮૫૦/- સાથે આરોપી તુલસીભાઈ હસમુખભાઇ શંખેસરીયા હાજર મળી આવતા પકડી પાડી તેમજ આરોપી ઇમરાન કાસમાણી હાજર નહી મળી આવી તેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે અને બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





