હિન્દ વૈભવ ઈમ્પેક્ટ :- બાયપાસ રોડ પર છૂટા હાથે બાઈક ચલાવનાર શખ્સનો વીડિયો હિન્દ વૈભવ ન્યુઝ ના માધ્યમ થી પ્રસારિત થતાં પોલીસ એક્શન મોડમાં આવી.
મોરબીના નવલખી બાઇપાસ પર એક શખ્સ છુટા હાથે રસ્તા પર કરતબ કરી અન્યની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવી સ્ટંટ કરતો હોય ત્યારે આ સમાચાર હિન્દ વૈભવના માધ્યમથી પ્રસારિત કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા આ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
ત્યારે આ અંગે વધુ વાત કરીએ તો ગઈકાલે હિન્દ વૈભવ ન્યુઝના માધ્યમથી એક વાયરલ વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ કામધેનુ નજીક એક શખ્સ GJ-36-D-2703 રજી. નંબરના બાઈક પર કરતબ કરી અન્યની જિંદગી જોખમાય તે રીતે બાઇક ચલાવી જઈ રહ્યો હોય. જે વિડિયો હિન્દ વૈભવ ન્યુઝના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. વીડિયોને ધ્યાને લઇ મોરબી સિટી એ ડિવિઝન પોલીસએ બાઈક ચાલક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાઇક ચાલક વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





