હળવદ શહેરમાંથી મહિલા અલગ અલગ આલ્કોહોલીક પીણાં સાથે ઝડપાઈ.
હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં એક મહિલા દારૂ, બિયર અને ચપલા સાથે ઝડપી પાડવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સલમાબેન ઉર્ફે સોનુ આસિફભાઈ મીર નામની મહિલા વિદેશી દારૂ બિયર ઘરમાં છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 3 બોટલ, વાઇટ લેસ વોડકના 7 નંગ 180 એમએલના ચપલા તેમજ કિંગ ફિસર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના 7 ડબલા મળી કુલ રૂપિયા 2300નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.





