હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પિતાએ મોબાઈલ લઈ લેતા યુવતીએ દવા પી લીધી
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં મોબાઈલ ફોને માથાકૂટ સર્જી હોવાનું સામે આવ્યું હતું.પિતાએ પોતાની પુત્રી રીનાબેન જગનભાઇ નાયક પાસેથી મોબાઈલ ફોન લઇ લેતા યુવતીને લાગી આવતા ખડમાં છાંટવાની બાસલીન નામની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે બાબુભાઇ કરશનભાઇ રાજપુતની વાડીયે રહી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં મોબાઈલ ફોને માથાકૂટ સર્જી હોવાનું સામે આવ્યું છે જેમાં ખેતમજુર જગનભાઇ નંદુભાઇ નાયક રહે-ઢાંઢેણીયા તા-નસવાડી જી-છોટાઉદેપુર નામના પિતાએ પોતાની પુત્રી રીનાબેન જગનભાઇ નાયક પાસેથી મોબાઈલ ફોન લઇ લેતા યુવતીને લાગી આવતા ખડમાં છાંટવાની બાસલીન નામની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.





