હળવદ ખાતે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
હળવદ ખાતે બસ સ્ટેશન પાછળ રહેતા ૩૧ વર્ષીય યુવકે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.ત્યારે આ અંગે પોલીસ દ્વારા નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિક્રમભાઈ કરશનભાઇ કાંગસીયા (ઉ.વ.૩૧) ગત તા.૦૪-૦૫-૨૦૨૩ ના રોજ કોઈ કારણોસર પોતાની મેળે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





