Tuesday, March 10, 2026

હળવદના ભલગામડા ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો. સાત વિરૂદ્ધ ફરિયાદ દાખલ.

Advertisement
Advertisement
Advertisement

હળવદના ભલગામડા ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો. સાત વિરૂદ્ધ ફરિયાદ દાખલ.

હળવદ તાલુકાના ભલગામડા ગામે દસ્તાવેજથી ખરીદેલ પોતાની જ જમીન પર પગ મુકશે તો જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપી જમીન પચાવી પડનાર બે મહિલા સહિત 7 ઇસમો વિરુદ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે માતાના નામે જમીન ધરાવતા હળવદના જયેશભાઇ વાસુદેવભાઈ કારોડિયા નામના આસામીને આ જમીન ઉપર કબજો કરી લેનાર આરોપી બાજુબેન માવુભાઈ રજપૂત, ઘનશ્યામભાઈ માવુભાઈ રજપૂત, વિરમભાઈ માવુભાઈ રજપૂત, ગગજીભાઈ માવુભાઈ રજપૂત, નારસંગ માવુભાઈ રજપૂત, રાજુભાઇ માવુભાઈ રજપૂત અને કસુબેન માવુભાઈ રજપૂત રહે.ભલગામડા નામના શખ્સોએ ખેતીની જમીન ઉપર કબજો કરી ઉપજ મેળવવાનું શરૂ કરી ફરિયાદી જયેશભાઈને આ જમીન ઉપર બીજી વાર આવશો તો હાથ પગ ભાંગી નાખવા ધમકી આપતા આ મામલે મોરબી જિલ્લા કલેકટરના હુકમ બાદ હળવદ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,258

TRENDING NOW