હેડિંગ: હળવદના ડુંગરપુર ગામે સગીરાએ ખેતીની દવા ગટગટાવી મોત વહોર્યું
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા દિનેશભાઈ સોમાભાઈ આકરિયાની સગીર વયની પુત્રી પૂજાબેન (ઉ.વ.17) એ ગત તા.21ના રોજ કોઈ અગમ્ય કારણોસર લીંબુના બગીચામાં ખડમાં છાંટવાની દવા પી લેતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન તા.28ના રોજ મૃત્યુ નિપજતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





