Sunday, August 2, 2026

હરીપર કેરાળા ગામે રહેણાક મકાનમાંથી ૬.૩૦ લાખની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

હરીપર કેરાળા ગામે રહેણાક મકાનમાંથી ૬.૩૦ લાખની ચોરી.

હરીપર કેરાળા ગામે રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે તસ્કરોએ મકાન માંથી ૬.૩૦ લાખની ચોરી કરી હતી. ત્યારે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળા હરિપર ગામે રહેતા દિલીપભાઈ કાનજીભાઈ કારાવડીયાના રહેણાંક મકાનને નિશાન બનાવી તા.31મેના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ઘરની ગ્રીલ તોડી રૂમમાં રાખેલ પેટી પલંગમાંથી પાક ઉપજના રાખેલ રોકડા રૂપિયા 3.50 લાખ, એક તોલા સોનાની બંગડી, દોઢ તોલા સોનાના પાટલા, ત્રણ તોલા સોનાનો હાર, દોઢ તોલા વજનની ત્રણ વિટી, સહિત કુલ મળી 6.30 લાખ રૂપિયાની માલમતા ચોરીને લઈ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,229

TRENDING NOW