Friday, June 19, 2026

સમથેરવા ગામની સીમમાં આવેલ રહેણાક મકાનમાં જુગાર રમતા ૮ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

સમથેરવા ગામની સીમમાં આવેલ રહેણાક મકાનમાં જુગાર રમતા ૮ ઝડપાયા.

સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા-૫,૦૫,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હોઈ તે દરમ્યાન એલ.સી.બી. મોરબી પોલીસને બાતમી મળેલ કે, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે.રંગપર તા. જી. મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળી સમઘેરવા ગામનીસીમમાં આવેલ વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે સમથરેવાગામની સીમમાં રેઇડ કરતા જુગાર રમતા ૮ ઇસમો
મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે, રંગપર તા. જી. મોરબી,
કનુભાઇ નકુભાઇ ખાચર રહે. રંગપર તા.વાંકાનેર જિ, મોરબી,
પ્રવિણભાઇ વાલજીભાઇ કુંનતીયા રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી,
મોમભાઇ નાથાભાઇ ડાભી રહે.વરડુસર તા. વાંકાનેર જી.મોરબી,
દાનાભાઇ બીજલભાઇ ડાભી રહે. વરડુસર તા. વાંકાનેર જી.મોરબી,
સંજયભાઇ લીંબાભાઇ બાબુતર રહે.પીપળીયા(શુકલ) તા.જી.રાજકોટ,
મુકેશભાઇ બાબુભાઇ ઉડેસા રહે. કડીયાણા તા. હળવદ જિ. મોરબી,
દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા રહે. રાણેકપર તા. હળવદ જિ. મોરબી વાળા ને રોકડ રૂ.૫,૦૫,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,608,699

TRENDING NOW