Monday, June 22, 2026

વાવડી રોડ ગણેશનગરમાં એસિડ પી જતા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

વાવડી રોડ ગણેશનગરમાં એસિડ પી જતા યુવકનું મોત.

મોરબીના વાવડી રોડ ગણેશનગરમાં અગમ્ય કારણોસર યુવકનુ એસીડ પી જતા મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગણેશનગર શેરી નં -૪મા રહેતા સુરેશભાઈ લાભુભાઈ ઝીઝુવાડીયા (ઉ.વ.૪૫) થોડા સમયથી માનસિક ટેન્શનમાં રહેતો હોય જેથી તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ પોતાના ઘર પાસે પોતે પોતાની જાતેથી એસીડ પી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડતા ચાલું સારવાર દરમ્યાન યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,026

TRENDING NOW