મોરબીના દલવાડી સર્કલ નજીક ગટરના છાંટા ઉડવા જેવી બાબતો ઠપકો આપતા યુવકને છરીના ઘા ઝીંક્યા.
મોરબીના દલવાડી સર્કલ નજીક રાત્રીના એક યુવાનને છરીના ધા ઝીક્વામાં આવ્યા હતા બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બે શખ્સોએ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના દલવાડી સર્કલ નજીક રાત્રીના એક યુવાનને કોઈ કારણોસર છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી જાણ થતા જ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
ધટનાની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને વધુ તપાસ ચલાવી છે તો આ મામલે મોરબીના તુલસીપાર્કમાં રહેતા રમેશભાઈ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસ રેતી સરખી કરાવતા હતા તે સમયે આરોપી ઓમાનભાઈ અશરફભાઈ ધારાણી મોટર સાઈકલ લઈને ફૂલ સ્પીડમાં ત્યાંથી પસાર થતા રમેશભાઈને ગટરના પાણીના છાટા ઉડતા તેઓએ આરોપી ઓમાનભાઈ ધારાણીને ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થયેલ હોય જેનો રોષ રાખી ગત રાત્રીના સાંજના સમયે ફરિયાદી રમેશભાઈ પોતાનું બુલેટ જીજે ૩૬ એન ૯૬૦૦ લઈને પોતાના ઘરેથી મોરબી શહેરમા જતા હોય દરમિયાન આરોપી ઓમાનભાઈ અશરફભાઈ ધારાણી અને સલમાનભાઈ ઉમેદભાઈ ધારાણી રહે બંને મોરબી ફિદાઈબાગ વોરા સોસાયટી વાળા સ્કુટર પર પાછળથી આવી ફરિયાદી રમેશભાઈને માથાના પાછળના ભાગે લોખંડના પાઈપનો એક ધા મારી રમેશભાઈને બુલેટ સાથે રોડ પર પાડી દઈ બંને આરોપીઓએ રમેશભાઈને મારી નાખવાન ઈરાદે છરી વડે શરીરે આડેધડ ધા મારી ગંભીર ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે તો રમેશભાઈને સારવાર માટે ખસેડવામ આવ્યા હતા તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે





