Saturday, June 20, 2026

વાંકાનેર સીટી પોલીસે ભોજપરા પ્રાથમિક શાળા ધોરણ છ થી આઠ ના બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંતર્ગત માર્ગદર્શન આપ્યું.

Advertisement
Advertisement
Advertisement

આજરોજ શ્રી ભોજપરા પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોને ઉજાસણી કાર્યક્રમ અંતર્ગત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું એ વિષય પર વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન સાયબર સેલ પીએસઆઇ કાનાણી સાહેબે માર્ગદર્શન આપ્યું જેમાં પ્રવર્તમાન સમયમાં થતા મોબાઇલને લગતા ગુનાઓ તેમજ આ બાબતનો ઉપયોગ કરવા માટે આપણે શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે ખૂબ જ સુંદર માહિતી આપી આ ઉપરાંત મેડમે ઘણા બધા કેસ સ્ટડીની પણ માહિતી આપી મોબાઈલ આપણને ખૂબ જ ઉપયોગી એવું ઉપકરણ છે પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે આપણે કાળજી અને સાવચેતી રાખવી એ ખૂબ જ જરૂરી હોય છે મોબાઇલ ગુનાઓમાં કાં તો વ્યક્તિ ડરથી લાલચથી કે કોઈની ધાક ધમકીથી પ્રેરાયની ગુના કરતાં જોવા મળે છે આવા સમયે આપણે આપેલ હેલ્પલાઇનનો ઉપયોગ કરવો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનને જવું જેથી કરીને આપણને સાચું અને સચોટ માર્ગદર્શન મળી રહે આ ઉપરાંત મેડમે નશીલા પદાર્થોનું સેવન ન કરવા અને તેની રોકથામ માટે આપણે અત્યારથી જ એક વિદ્યાર્થી તરીકે શું સારું શું ખરાબ એનો વિચાર કરી અને સમાજમાં થતું દુષણને અટકાવીએ અને સમાજને તંદુરસ્ત બનાવીએ આજના વિદ્યાર્થી જ આવતીકાલનું ભવિષ્ય અને આવતીકાલની પેઢી છે આપણે અત્યારથી જ આપણી જાતને એ માટે તૈયાર કરવાની છે છેલ્લે વિદ્યાર્થીઓને મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સુંદર રીતે નિરાકરણ કરવામાં આવ્યું અને છેલ્લે અલ્પાહાર કરીને સૌ છૂટા પડ્યા ઉજાસપણી કાર્યક્રમ જે આ વર્ષ પર્યંત ચાલ્યો તેનું છેલ્લું સેશન આ રીતે ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું

Related Articles

Total Website visit

1,608,748

TRENDING NOW