Tuesday, June 23, 2026

વાંકાનેર પી.બી.એસ.સી.સેન્ટરે છુટાછેડા લેવા તૈયાર દંપતી નો પુનઃ મિલન કરાવ્યું

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર પી.બી.એસ.સી.સેન્ટરે છુટાછેડા લેવા તૈયાર દંપતી નો પુનઃ મિલન કરાવ્યું

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન સીંધાડાના માર્ગદર્શન અંતર્ગત કાર્યરત પોલીસ સ્ટેશન બેજ સપોર્ટ સેન્ટરે વધુ એક પરિવારનું મિલન કરાવ્યું ઘરેલુ હિંસાને લઈને છુટાછેડા માટે તૈયાર થયેલ દંપતીને લગ્નને નવ વર્ષ થયા હતા જેને લગ્ન સંસાર તૂટતા પી.બી.એસ.સી.સેન્ટરના કાઉન્સિલરોએ બચાવ્યો છે જેમાં કાઉન્સેલર તેજલ બા ગઢવી તથા વનિતાબેન સોલંકી એ ખૂબ જ સારી રીતે બંને પક્ષકારોને સમજાવ્યા અને સુખદ સમાધાન કરાવ્યું બે વર્ષથી બેન પિયરમાં હતા તથા સામસાટા પદ્ધતિથી લગ્ન થયેલ હતા અને નવ મહિનાનુ બાળક હતું ત્યારે બેન પિયરમાં ચાલ્યા ગયા હતા. હાલ તેમનું બાળક ત્રણ વર્ષનું થયું જે તેની માતાને ઓળખતું પણ ન હતું માટે વારંવાર જૂથ મીટીંગ કરવા મા આવી હતી અને બંને પક્ષકારોને તેના સંતાનોના ભવિષ્યનો વિચાર કરવા યોગ્ય સમજ આપવામાં આવી હતી અને સકારાત્મક સમાધાન કરવામાં આવ્યું હતું. જેથી દંપતીએ pbsc સેન્ટર ના કાઉન્સેલરો તથા સામાજિક કાર્યકર્તા બહેનો નો ખુબ ખુબ આભાર માન્યો .

Related Articles

Total Website visit

1,609,181

TRENDING NOW