Sunday, June 28, 2026

વાંકાનેર: ઘરકામ બાબતે મેણાટોણા મારી મજુબર કરતા પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: ઘરકામ બાબતે મેણાટોણા મારી મજુબર કરતા પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર: પરણીતાને ઘરકામ બાબતે તેમના પતી દ્વારા મેણા ટોણા મારી મરવા મજબૂર કરતા લાકડધર ઢુવા માટેલ રોડ સેન્ટોસા કારખાનામાં લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ પરણીતાએ આપઘાત કરી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ઓડીસા રાજ્યના રહેવાસી તલ્લોતમ સુંદર મુર્મ (ઉ.વ.૩૮) એ આરોપી ક્રિષ્ના અનંત બાસ્કે. રે. ગોપાલપુર પોસ્ટ -હાતબદ્રા જઈ. મયુરભુંજ રાજ્ય ઓડીસાવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૮-૨૦૨૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યા પહેલાં કોઈપણ વખતે ફરીયાદીની દિકરી રૂપાલી ક્રષ્ના અનંત બાસ્કે ઉવ.૨૦ વાળીને આરોપીએ ઘરકામની નાની નાની બાબતોમાં મેણાટોણા મારી દુખત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ફરીયાદીની દિકરી રૂપાલીએ પોતાની હાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ફરીયાદીની દીકરીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર પરણીતાની માતાએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૬,૪૯૮(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,622

TRENDING NOW