Sunday, July 12, 2026

વાંકાનેર: ખોટા દસ્તાવેજો બનાવી કંપની સાથે 71 લાખથી વધુની ઠગાઈ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: ખોટા દસ્તાવેજો બનાવી કંપની સાથે 71 લાખથી વધુની ઠગાઈ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેર: વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર યુવક બોન્ઝા વિટ્રીફાઈડ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરી ધરાવતા હોય તેથી એટ શખ્સે યુવકની કંપનીના કિંમતી દસ્તાવેજોનો યુવકની જાણ બહાર ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી ICEGATE માં રજીસ્ટ્રેશન કરી યુવકની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ કુપન નંગ -૨૯ કિં. રૂ. ૭૧,૪૫,૬૧૬ મેળવી ઠગાઈ કરી હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવેન્દ્રભાઈ છગનભાઇ પનારા (ઉ.વ.૩૯) રહે. મોરબી કેનાલ રોડ અવની ચોકડી ગણેશ પેલેસમાં તા.જી. મોરબીવાળાએ આરોપી bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટી ઈમેલ આઇડી બનાવનાર, વાપરનાર વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૭-૨૦૨૩ પહેલા ગમે ત્યારે ફરીયાદી બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેકટરી ધરાવતા હોય અને તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરતા હોય જેથી એકસપોર્ટના ધંધાની વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન મળતા હોય જે સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – ૨૯ જેની કિં.રૂ. ૭૧,૪૫,૬૧૬/- ની રકમ ફરીયાદીની ફેકટરીના નામે જમા થયેલ હોય જે કોઇ અજાણ્યા માણસે ફરીયાદી કે ફરીયાદીની કંપનીની જાણ બહાર ફરીયાદીની કંપનીના કિંમતી દસ્તાવેજો ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના નામનુ bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – ૨૯ કિં.રૂ. ૭૧,૪૫,૬૧૬/- પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઇ ફરીયાદીની કંપની સાથે રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની ઠગાઇ કરી હોવાની ભોગ બનનાર દેવેન્દ્રભાઈએ આરોપી વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ તથા આઇ.ટી.એક્ટ સન ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬સી , ૬૬ડી, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,618,179

TRENDING NOW