વાંકાનેરના વીનયગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનુ મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વીનયગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીનયગઢ ગામે રહેતા કિંજલબેન ભાવેશભાઇ મકવાણા પોતાના રહેણાંક મકાન વાડીએ રમતી હોય તે દરમ્યાન કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





