Monday, July 13, 2026

વાંકાનેરના મેસરીયા ગામે યુવાનને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમાર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના મેસરીયા ગામે યુવાનને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમાર્યો

વાંકાનેર: વાકાનેર તાલુકાના મેસરીયા ગામે યુવક આરોપીની બાજુમાં રહેતા હોય જે આરોપીને ગમતું ન હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ યુવકના ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરતકુમાર ઉર્ફે ભાવેશભાઇ મંગાભાઈ વાળા (ઉ.વ.૩૦) રહે. વાંકાનેર તાલુકાના મેસરીયા ગામવાળાએ આરોપી ભીખુભાઈ દળુભાઈ ખાચર રહે. મેસરીયા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૧૦-૨૦૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફરીયાદી આરોપીની બાજુમાં રહેતા હોય જે આરોપીને ગમતુ ન હોય જે બાબતેનો આરોપીએ ખાર રાખી ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી લોખંડના પાઇપથી આડેધડ માર મારી ફરીયાદી કપાળના ભાગે તથા જમણા હાથના પોંચા ઉપર, ડાબા હાથની કોણીએ, ડાબા પગે ઇજા તથા શરીરે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ભરતકુમારે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(ર) તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(પ-એ) તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,618,565

TRENDING NOW