Monday, March 16, 2026

વાંકાનેરના મેસરીયા ગામેથી એક પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી એ.સ.ઓ.જી ટીમે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના મેસરીયા ગામેથી એક પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી એ.સ.ઓ.જી ટીમે ઝડપી પાડયો

મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેસરીયા ગામના તળાવ પાસે એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબી તથા એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એમ.પી પડ્યા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે, રહીમ રાયધનભાઇ મીયાણા નામનો માણસ હાજર છે જેને શરીરે ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મેસરીયા ગામના તળાવ પાસે ઓરડી છે. તે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ રહીમભાઇ રાયધનભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ.૩૮ ધંધો મજુરી રહે.વાંકાનેર વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે જી. મોરબી વાળાને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કી.રૂ. ૧૦,૦૦૦/
તથા જીવતા કાર્ટીઝ નંગ-૨ કી.રૂ.૨૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૦,૨૦૦/-ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,597,568

TRENDING NOW