વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.
વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને વાંકાનેર સિટી પોલીસે પકડી પાડયા હતા.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના ટાઉન બી બીટ વિસ્તારમાં આવતા કુંભારપરા વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા
(૧) ગોપાલભાઇ દેવાભાઇ ગમારા ઉવ.૩૪
(૨) સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા ઉ.વ-૩૨
(૩) નરેશભાઇ રઘુભાઇ સારેસા ઉવ.૪૨
વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ રૂ.૧૫,૧૦૦/- કબજે કરવામાં આવ્યા હતા.





