Monday, June 15, 2026

બાઈક ચોરો ના ત્રાસ થી મોરબીવાસીઓ પરેશાન,વધુ ૪ બાઈક ચોરાયા.

Advertisement
Advertisement
Advertisement

બાઈક ચોરો ના ત્રાસ થી મોરબીવાસીઓ પરેશાન,વધુ ૪ બાઈક ચોરાયા.

મોરબીમાં બાઇક ચોરોની ગેંગ સક્રિય બની છે કે કેમ ?

મોરબીમાં દિવસે ને દિવસે બાઈક ચોરીના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે બાઈક ચોરો ના આતંક થી મોરબીવાસીઓ પરેશાન થઈ ચૂકયા છે. ત્યારે મોરબી જિલ્લામાં અન્ય ચાર બાઇક ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણ પર ગામે રહેતા કાંતિલાલ રાઘવજભાઈ સવસાણી (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૧-૨૦૨૨ ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્રો મોટર સાયકલ રજીસ્ટર નં.GJ-03-HC-8930 વાળુ સને ૨૦૧૪ નુ મોડલનુ બ્લેક કલરનુ સીલવર પટ્ટા વાળુ કિ.રૂ. ૨૦૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબી શાકમાર્કેટ ના સામેના વડા પાસે ખુલ્લી જગ્યામાં જાહેર પાર્કીંગ કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર કાંતિલાલે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે મોરબીના નવલખી રોડ જલારામ પાર્ક બ્લોક નં -૧૨ માં રહેતા અનિલકુમાર નરશીદાસ સોમૈયા (ઉ.વ.૬૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૫-૨૦૨૨ ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નં.GJ-36-N-8629 વાળુ સને ૨૦૧૯ નુ મોડલનુ ગ્રે-બ્લેક કલરનુ કિ.રૂ. ૩૦૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબીના રવાપર રોડ વંસત પ્લોટ શેરી નં-૦૧ રાજસ્થાન પાઉંભાજી વાળી શેરીમાં પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર અનિલકુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

તેમજ મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ઓમશાંતિ પાર્કસોસાયટી માં રહેતા અશોકભાઇ ચંદુભાઈ કડીવાર (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૫-૨૦૨૨ ના રોજઅજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નં.GJ-36-E-0862 વાળુ સને ૨૦૧૬ નુ મોડલનુ ગ્રે-બ્લેક કલરનું કિ.રૂ.૨૫૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબી શનાળા રોડ પર જયદીપ પાઉંભાજી આગળ શેરીમાં પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર અશોકભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે મોરબીમાં રવાપર સંભારાવાડીની સામે ઘૉનડા રોડ પર રહેતા મુનાભાઈ રાયમલભાઈ ગારડી (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૨-૨૦૨૩ ના રોજ અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં- GJ.36.N.1108 મોડલ સને-૨૦૧૯ બ્લેક કલર વાળુ જેની કી.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમમિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબી સરકારી હોસ્પિટલ મોરબીના પાર્કિંગમાંથી ખસેડી ચોરી કરી લઈ ગયો હવાની ભોગ બનનાર મુનાભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,608,469

TRENDING NOW