Saturday, June 20, 2026

વરાછા ઝોન-એ, ઇલેકશન વોર્ડ નં.૧૪ માં પાયાની સુવિધાઓ બાબતે સ્થાનિકોએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી.

Advertisement
Advertisement
Advertisement

વરાછા ઝોન-એ, ઇલેકશન વોર્ડ નં.૧૪ માં સમાવિષ્ટ ઉઘરસ ભૈયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિરનો ટેકરો, આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મુળભુત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે અને આ વિસ્તારમાં ૧પ,૦૦૦ની વસ્તી વચ્ચે ઠેરઠેર જાહેરમાં ગટરના દુષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટરલાઇનોના અભાવે વહી રહયાં છે જેના કારણે આ  વિસ્તારના રહીશોએ બારેમાસ આ નર્કાગાર અને રોગચાળાનની ગંભીર  સ્થિતિમાં જીવન વ્યતિત કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં તંત્ર અને શાસકોના પેટનું પાણી હલતું નથી ત્યારે સદર વિસ્તારની મને ફરિયાદ મળતા ત્યાં મુલાકાત લીધી અને ખરેખર નર્ક જેવી સ્થિતિમાં અહીંના લોકો રહે છે તેથી આજે સદર વિસ્તારના મોટી સંખ્યામાં લોકો અને વોર્ડ-14ના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને મુગલીસરા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશ્નરશ્રી ને રજુઆત કરી.
:પાયલ સાકરીયા – વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા

Related Articles

Total Website visit

1,608,810

TRENDING NOW