Monday, June 8, 2026

રફાળેશ્વર વિસ્તારમાં રીક્ષા ચાલક પર છરી વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મચ્છુનગર રફાળેશ્વર વિસ્તારમાં આવેલ કારખાના નજીક ફોનમા વાત કરતા યુવક ઉપર અજાણ્યાં બુકાની ધારીઓએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુનગર રફાળેશ્વર વિસ્તારમા રહેતા અને રીક્ષા ચલાવતા અનીલભાઇ બચુભાઇ સોલંકી (ઉ.વ.૩૦) બાબારામદેવ કારખાના પાસે પોતાના ફોનમાં વાત કરતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ મોઢે બાંધીને આવી છરી વડે અનિલભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં અનિલભાઈને ડાબા હાથની આંગળીઓમાં ઇજા થઇ હતી. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદનાં આધારે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,845

TRENDING NOW