આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
આપણે સૌ નવા વર્ષની શરૂઆત નવા સંકલ્પ સાથે કરીએ. આપણે સૌ બીજા કોઈની લીટી નાની કર્યા સિવાય આપણી જ લીટી મોટી કરવા પ્રયત્ન કરીએ. જે બાબત કે વર્તન આપણને ના ગમે તેવું વર્તન અન્ય કોઈ પણ સાથે નહીં કરીએ. આપણા સંતાનોને/નવી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા બાબતે સજાગ રાખીએ. આપણે આપણા સ્વાર્થ માટે બીજા કોઈનું અહિત ક્યારેય નહીં કરીએ. આપણે સૌ શક્ય હોય ત્યાં સુધી ભૂમિ, જળ અને વાયુનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણાથી બનતા તમામ પ્રયત્ન કરીએ અને પર્યાવરણનું જતન પણ કરીએ. આપણે અને આપણા સ્વજનોને વ્યસન મુક્ત રાખી સશક્ત સમાજ ઘડતરમાં આપણું યોગદાન આપીએ. આપણી આસપાસના નબળા વર્ગને આપણાથી થતી મદદ પણ કરીએ.
કાયદા પાલન, વૃક્ષારોપણ, સ્વચ્છતા, લોકલ ફોર વોકલ અને સર્વ સમાજ પ્રત્યે સમભાવ વગેરે બાબતોમાં આપણું મહત્તમ યોગદાન આપી આપણી રાષ્ટ્રીય ફરજ પણ અદા કરવા પ્રયત્ન કરીએ.
જય હિન્દ..
આપનો..
આર.જે.રામ
પોલીસ ઇન્સ્પેક્ટર,
પંચમહાલ વિભાગ…





