મોરબી રાજા – રાજાણી પરિવારના જળમાયું માતાજીના મંદિરે અન્નકૂટ દર્શન યોજાયો
અન્નકૂટ દર્શનનો રાજા – રાજાણી પરિવારજનો એ
બોહળી સંખ્યામાં લાભ લીધો
(જનક રાજા દ્વારા) મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે
ત્યારે મોરબીમાં આવેલ જળમાયું માતાજીના મંદિરે અન્નકુટ ધરવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં પરિવારજનોએ લાભ લીધો હતો.
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ રાજા – રાજાણી પરિવારના જળમાયું માતાજીના મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં પરિવારજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો,





