યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળા 2022 ની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના મંત્રી મહોદય બ્રિજેશ મેરજા

સંસ્કૃતિ જનજાગૃતિ અને જનહિત સેવા પ્રકલ્પોના સંસ્કાર મૂલ્યોનું જતન કરતી રાષ્ટ્ર ગૌરવ સમી મોરબીની સંસ્થા, યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળા 2022 ની આજરોજ મુલાકાત લઈ રાજ્ય સરકારના મંત્રી મહોદય શ્રી બ્રિજેશભાઈ મેરજાએ આ ગૌરવંતા મેળાના માધ્યમથી મોરબી જિલ્લાના નાગરિકોના પારિવારિક મનોરંજન તેમજ રચનાત્મક સંસ્કૃતિ સુખાકારી માટે ફ્રી એન્ટ્રી વાઇફાઇ સેલ્ફી પોઇન્ટ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા તેમજ સીસીટીવી કેમેરા તથા સુરક્ષા ક્ષત્રની વ્યવસ્થા કરવા બદલ યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના મેન્ટોર શ્રી દેવેનભાઈ રબારી તેમજ સમગ્ર ટીમની મુક્ત કંઠે પ્રશંસા કરી અભિનંદન આપેલ મંત્રી મહોદય બ્રિજેશભાઈ મેરજા સાથે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કે.કે પરમાર સમિતિ ચેરમેન માવજીભાઈ કણજારીયા સમિતિ ચેરમેન રોહિતભાઈ કણજારીયા તેમજ શહેરના જાહેર જીવનના વિવિધ ક્ષેત્રોના આગેવાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા







