મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવ્યા.
ચોટીલા ગૌરક્ષક ટીમને અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 1 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 10 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર( GJ-08-W-0289) ને ગત તારીખ 5-8-2023 રાત્રે ના સમય ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી ચોટીલા જાબાજ ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ મોરબીહિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી ના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે બી બોરીચા દ્વારાવાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અને ચોટીલા ના પાંજરાપોળ મા 10 જીવોને મુકવામાં આવ્યા હતા

આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી પોલીસ સ્ટાપ દ્વારા સારો એવો સહયોગ મળ્યો હતો અને આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હી ના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવ દયા ગૌરક્ષક જયનભાઈ અજયભાઈ પરમાર,
.પાર્થભાઈ ગૌરક્ષક મોરબી, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબી હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), મોરબીભરતભાઈ સોનગરા જેકી ભાઈ આહીર હિતરાજસિંહ પરમાર હર્ષભાઈ મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.






