મોરબીની મહેન્દ્રસિંહજી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે યોજાશે “નિ:શુલ્ક અગ્નિકર્મ સારવાર કેમ્પ”.
આયુષ કચેરી ગાંધીનગરની સૂચના તથા માર્ગદર્શન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા આયોજિત તથા અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી આગામી તારીખ 10 ઓગસ્ટ 2023 ને ગુરુવારના રોજ મોરબી ખાતે “નિ:શુલ્ક અગ્નિકર્મ સારવાર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કેમ્પમાં રોગના નિદાન નિ:શુલ્ક કરી આપવામાં આવશે.
અગ્નિકર્મ સારવાર કેમ્પમાં સર્વ રોગ નિદાન જેમાં પગમાં થતી કપાસી, સાંધાનો દુ:ખાવો, ચામડી પરના મશા, વા ની તકલીફ, કમરનો દુ:ખાવો, ચામડી પરના તલ, એડી નો દુ:ખાવો, સાયટીકા નો દુ:ખાવો, ખભા નો દુ:ખાવો, સુપ્તમાંસ, કીલોઇડ(માંસ વૃદ્ધિ) જેવા રોગો ઉપરાંત ડાયાબિટીસ- થાઈરોઈડ-બીપી, ચામડીના રોગો, પથરી-કિડની-લીવર ના રોગો, સ્ત્રીરોગ, બાળ રોગ, એલર્જી, ગેસ-એસીડીટી-કબજિયાત, ખીલ-ખરતાવાળ, વજન વધારો ઘટાડો વગેરે માટે આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક સારવાર નિ:શુલ્ક આપવામાં આવશે.
આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા આયોજિત અને અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવ્યો છે ત્યારે કેમ્પમાં ડૉ.અરુણાબેન નિમાવત તેમજ ડૉ. સુનિલ કાચરોલા સેવા આપનાર છે.
તારીખ :- ૧૦/૦૮/૨૦૨૩,ગુરુવાર
સમય :- સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ સુધી.
કેમ્પનું સ્થળ :- સરકારી આયુર્વેદ હોસ્પિટલ,મોરબી-૨.





