Sunday, August 2, 2026

મોરબી હળવદ હાઈવે નજીકથી રિક્ષામાં છુપાવેલ 8 નંગ ઇંગ્લિશ બોટલ ઝડપાય

Advertisement
Advertisement
Advertisement

મોરબી હળવદ હાઈવે નજીકથી રિક્ષામાં છુપાવેલ 8 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ હતી. જ્યારે રિક્ષા ચાલક ફરાર થય ગયો હતો. પોલીસે આરોપી વિરૂધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી હળવદ હાઈવે ઉપર દાડમીયા દાદા મંદિર પાસેથી પસાર થતી CNG રીક્ષાને ઉભી રખાવી તલાશી લેતા ડ્રાઈવર સીટ નીચે રાખેલ ઈંગ્લીશ દારૂની 08 બોટલ (કિમત રૂ.3000) મળી આવી હતી. પોલીસે રીક્ષા અને દારૂ સહીત 28 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે રિક્ષા ચાલક કાદર નામનો ઇસમ નાસી છુટ્યો હતો. જેથી રિક્ષા ચાલક કાદર વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,228

TRENDING NOW