Friday, July 3, 2026

મોરબી-રવાપર રોડ પર કારે હડફેટે લેતા એક મહિલાનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-રવાપર રોડ પર કારે હડફેટે લેતા એક મહિલાનુ મોત

મોરબી: મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાસે રોડ ઉપર કારે હડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાલજીભાઇ નોંઘાભાઈ સોલંકી (ઉ.વ‌.૩૦) મૂળ મોરબીના રહેવાસી અને હાલ રહે. વાંકાનેર પેડક વાળી વિસ્તાર ગાત્રાળ માતા વાળા રોડ સરકારી હોસ્પિટલ પાછળ તા. વાંકાનેરવાળાએ આરોપી કાર રજીસ્ટર નંબર-GJ-36-AC-7948ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૯-૨૦૨૩ ના રોજ આશરે દસેક વાગ્યાના અરસામાં ફરીયાદીના માતા સામુબેન રજકો વેચવા માટે રવાપર રોડ નસંગ ટેકરી મંદિર પાસે ગયેલ હતા તે વખતે આરોપીએ પોતાના હવાલાવાળી કાર રજીસ્ટર નંબર- GJ-36-AC-7948 વાળી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી અને ફરિયાદીના માતાને હડફેટે લઈ એકસીડન્ટ કરી શરીરે નાની મોટી ઈજા કરી તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા ફરીયાદીના માતા સામુબેનનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના પુત્ર લાલજીભાઇએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,356

TRENDING NOW