દિપમાળા, અન્નકુટ દર્શન, રંગોળી સહિતના કાર્યકમો થકી જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ
(જનક રાજા દ્વારા) મોરબી : અનાદિ મહામુક્ત પૂજ્ય સંત શિરોમણી શ્રી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી મંદિર ખાતે રંગોળી, દિપમાળા,અન્નકુટ દર્શન સહિતના કાર્યકમો યોજી મોચી સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી મોચી સમાજના પરિવારજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતે દિપમાળા, અન્નકુટ દર્શન, રંગોળી સહિતના વિવિધ કાર્યકમો યોજી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈ, પૂર્વખજાનચી પ્રફુલભાઈ એચ વાળા, ધીરુભાઈ પરમાર, જયસુખભાઈ પરમાર, હિતેશ ભાઈ રાઠોડ, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ પરમાર, પંકજભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રચના સાડી વાલા,અને
રમેશભાઈ રાજુભાઈ પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યકમોનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. તેમ જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈની યાદીમાં જણાવાયું છે.
