Friday, July 3, 2026

મોરબી પટેલ બોર્ડીંગના રૂમમાંથી પાંચ મોબાઈલ ચોરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી પટેલ બોર્ડીંગના રૂમમાંથી પાંચ મોબાઈલ ચોરાયા

મોરબી: મોરબી વીસીફાટક નજીક પટેલ બોર્ડીંગના રૂમમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ પાંચ મોબાઇલ કિં રૂ.૩૮૦૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મિતભાઈ હરેશભાઈ વેકરીયા (ઉ.વ.૨૧) મૂળ વડોદરાના રહેવાસી અને હાલ રહે. વીસીફાટક પાસે પટેલ બોર્ડીંગ મોરબીવાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૧૦-૨૦૨૩ થી ૦૯-૧૦-૨૦૨૩ વચ્ચે કોઈ પણ સમયે ફરીયાદી તથા તેના મિત્રોના મોબાઇલ REALME X7 MAX કિ.રૂ. ૭૦૦૦/- તથા SAMSUNG A53 કિ.રૂ. ૯૦૦૦/- તથા VIVO T2 5G કિ.રૂ. ૯૦૦૦/- તથા REALME 9PRO કિ.રૂ. ૮૦૦૦/- તથા OPPO A5 IMEI કિ.રૂ. ૫૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- વાળા મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર મિતભાઈ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,382

TRENDING NOW