મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.
મોરબીના સામાકાંઠે માળીયા વનાળિયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતાં યુવકએ જીવન ટુંકાવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ પરબતભાઇ બચુભાઇ બારોટ ઉ.વ.૪૩ રહે. માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળા કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળા ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





