Thursday, June 25, 2026

રોડ વચ્ચે કેમ કાર ઊભી રાખી છે”કહી બે શખ્શોએ કારચાલકને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

“રોડ વચ્ચે કેમ કાર ઊભી રાખી છે”કહી બે શખ્શોએ કારચાલકને માર માર્યો.

મોરબીમાં મચ્છુ -૨ નદીના બેઠા પુલ ઉપર યુવક કાર સાઈડમાં ઉભી રાખી ચાલુ કરતો હોય ત્યારે બે શખ્સોએ એક્ટીવા પાછળથી કાર સાથે અથડાવી કારમાં બે હજારનું નુકસાન કરી તેમજ યુવકને રોડ વચ્ચે કેમ ગાડી ઉભી રાખેલ તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવાને બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ઉમા ટાઉનશિપ, વિરાટ હાઈટસ -૧, ફ્લેટ નં.૫૦૩ માં રહેતા રોનકભાઈ રજનીભાઇ અગોલા (ઉ.વ.૨૯) એ આરોપી ચીરાગભાઈ તથા અમિતભાઈ રહે. બંને મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૩-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદ તેમની ગાડી સ્વીફ્ટ ડીઝાયર જી.જે.૩૬ એલ.૮૭૭૩ વાળી મોરબી મચ્છુ નદીના બેઠા પુલ ઉપર ગાડી રોડની સાઇડે ઉભી રાખી ચાલુ કરતા હોય તે વખતે આરોપીઓએ તેમનુ એકટીવા પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ફરીયાદીની ફોર વ્હીલ કારને પાછળથી ભટકાડી દઇ ગાડીમાં આશરે રૂ ૨૦૦૦/- જેટલાનુ નુક્શાની કરી તેમજ ફરીયાદીને કેમ રોડ વચ્ચે ગાડી ઉભી રાખેલ તેમ કહિ ગાળો આપી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ઢીક્કા પાટુનો માર મારી તથા સાહેદ વચ્ચે પડતા તેને પણ ઢીક્કા પાટુનો માર મારી તથા આરોપી ચીરાગે ફરીયાદીને ડાબા ખબાના ભાગે બચકુ ભરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રોનકભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ- ૨૭૯, ૩૨૩, ૪૨૭,૫૦૪ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,269

TRENDING NOW