Saturday, June 20, 2026

મોરબી ના મહેન્દ્રનગર નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના મહેન્દ્રનગર નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો.

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આઇટીઆઇ સામે મહેન્દ્રનગર ગામમાં જતાં કાચા રસ્તે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની ૨૦ બોટલો સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આઇટીઆઇ સામે મહેન્દ્રનગર ગામમાં જતાં કાચા રસ્તે આરોપી પિન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયા (ઉ.વ.૩૩) રહે. માથક ઝાંપાપાસે તા. હળવદ વાળાએ પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી અલ્ટો કાર રજીસ્ટર નંબર- GJ-36-AF-0764 કિં રૂ.૨,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી બોટલ નંગ-૨૦ કિં રૂ.૮૪૪૦ મળી કુલ કિં રૂ.૨,૦૮,૪૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,883

TRENDING NOW