મોરબી નગરપાલિકાના વોર્ડ નં -10મા બંધ કરવામાં આવેલ રોડનું કામ ફરી શરૂ કરવા સ્થાનિકોની માંગ
મોરબી: મોરબી નગરપાલિકા વોર્ડ નં -૧૦મા શનાળા રોડ ચિત્રા હનુમાનજીના મંદિર સામે હદાણીની વાડી આવેલ છે જ્યાં રોડનું કામ ચાલું હતું જે બંધ કરી દેવામાં આવેલ છે જે રોડનું કામ ફરી શરૂ કરવામાં આવે તેવી વોર્ડ નં-૧૦ ના સ્થાનીક રહીશો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.

મોરબી નગર પાલિકા વોર્ડ નંબર- ૧૦માં શનાળા રોડ ચિત્રા હનુમાનજીના મંદિર સામે હદાણીની વાડી આવેલછે જેમાં જણાવવાનું કે આ વિસ્તારમાં હાલ રોડ નું કામ મંજૂર થયેલ છે અને એ કામ ચાલી રહેલ હતું અને આ કામ અચાનક કયા કારણો સર બંધ કરવામાં આવેલ છે જે રોડ અધવચ્ચેથી બંધ કરવામાં આવેલ છે તે ફરી ચાલુ કરવા અહીંના સ્થાનિક લતા વાસી ઓની માંગ છે.

મોરબી નગર પાલિકા દ્વારા બનાવવમાં આવેલ પ્લાન કે નકશા મુજબ જે શેરી મંજૂર થઈ છે તેમાં જ કામ કરેલ છે કે કેમ? તેની યોગ્ય તપાસ કરી યોગ્ય ન્યાય આપવો અને એન્જીનીયર દ્વારા અમારી શેરીમાં તપાસ કરવામાં આવેલ હોવા છતા કોન્ટ્રાકટર દ્વારા તે કામ કયા કારણો સર અધવચ્ચેથી કામ બંધ કરવામાં આવેલ છે તેની યોગ્ય તપાશ કરી કામ ફરીથી શરૂ કરવામાં આવે તેવી સ્થાનીક રહીશો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.





