Saturday, August 8, 2026

મોરબીના ઘુંટુ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં ભુપતભાઇ કોળીના મકાન નજીક શેરીના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં ભુપતભાઇ કોળીના મકાન નજીક શેરીના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી રમેશભાઈ મોમૈયાભાઈ સાલાણી, ચંદુભાઈ બીજલભાઈ પેથાણી, ગોવિંદભાઈ પ્રભુભાઈ સાથલીયા રહે બધા ઘુંટુ ગામ તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,870

TRENDING NOW