મોરબી: ઘુટું ફ્લાયઓવરનું અધૂરૂ કામ છતાં ધારાસભ્યએ ઉદ્ઘાટન કરી નાખ્યું એવી તો શું ઉતાવળ જનતાના જીવ જોખમમાં?
બુદ્ધિનું પ્રદર્શન કે સસ્તી લોકપ્રિયતા? કામ પૂરું થયા વગર જ ધારાસભ્ય દુર્લભજીભાઈએ રીબીન કાપી ઉદ્ઘાટન કરી નાખ્યું
મોરબીના ઘુટું વિસ્તારમાં નવા નિર્માધિન ફ્લાયઓવર લોકોમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે સામાન્ય રીતે કોઈપણ પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે , પરંતુ મોરબીના ઘુટું ગામે પાસે બનતા ફ્લાયઓવરના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યો છે. ધારાસભ્ય દુર્લભજીભાઈએ ફ્લાયઓવરનું કામ હજુ અધૂરું હોવા છતાં ઉતાવળમાં રીબીન કાપીને ઉદ્ઘાટન કરી નાખતા લોકો વચ્ચે તર્ક વિતર્ક અને સવાલોએ જોર પકડ્યું છે અધૂરું કામ અને જોખમી સવારી સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાયઓવર પર હજુ પણ ટેકનિકલ અને ફિનિશિંગના કામો બાકી છે. સુરક્ષાના સાધનો અને જરૂરી માર્કિંગ પણ પૂર્ણ થયા નથી. આવી સ્થિતિમાં વાહનોની અવરજવર શરૂ કરી દેવી એ સીધી રીતે જનતાના જીવ સાથે ચેડાં કરવા સમાન છે. લોકચર્ચા મુજબ, ધારાસભ્યએ પોતાની વાહવાહી લૂંટવા માટે બુદ્ધિનું પ્રદર્શન કરી ઉતાવળ કરી છે.
અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદાર કોણ?સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ અધૂરા ફ્લાયઓવર પર કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું રીબીન કાપનારા ધારાસભ્ય જવાબદારી સ્વીકારશે કે પછી તંત્ર પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવશે?લોકોમાં ભારે રોષ
સોશિયલ મીડિયામાં પણ આ ઉદ્ઘાટનના ફોટા અને વીડિયો વાયરલ થતાં લોકો પૂછી રહ્યા છે કે, “આટલી બધી શેની ઉતાવળ હતી?” તંત્ર દ્વારા સુરક્ષાનું પ્રમાણપત્ર લીધા વગર શું આ રીતે જોખમી કામનું લોકાર્પણ કરવું વ્યાજબી છે? આગામી સમયમાં જો કોઈ ગંભીર ઘટના બનશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.





