Sunday, June 7, 2026

મોરબી: કોરાનામાં મૃત્યુ પામેલના પરિવારજનોને સહાય આપવા ઓબીસી ક્રોંગ્રેસ દ્વારા ફોર્મ ભરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત પ્રદેશ અમિતભાઇ ચાવડા અને ગુજરાત ક્રોંગ્રેસ પ્રમુખ ઓબીસી ડિપાર્ટમેન્ટના ઘનશ્યામભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ ન્યાયયાત્રામાં મૃત્યુ પામેલ તમામ લોકોના પરિવારને ચાર લાખની સહાય મળે અને કોરોના વોરિયર્સ કર્મચારીઓના વારસદારને નોકરી મળે તે હેતુથી ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.

ત્યારે મોરબી જિલ્લા ઓબીસી ક્રોંગ્રેસ ડિપાર્ટમેન્ટ પ્રમુખ રાજુભાઇ આહિરની ટીમે કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારને સહાય મળે તે માટે તેમની ટીમે જહેમત ઉઠાવી છે. જેમાં રાજુભાઇ આહિરની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી શહેર લખુભા ગઢવી, હળવદ તાલુકા પ્રમુખ જીલુભાઇ પરમાર, ટંકારા તાલુકા પ્રમુખ નિલેશ સુલેરીયા, મોરબી જિલ્લા મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઇ કુંભરવાડીયા, સહિતની ટીમ ગામડે-ગામડે જઈને કોરોનામાં સ્વજનો ગુમાવેલ પરિવારને સાત્વના પાઠવી અને સહાય ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.

આ તકે મોરબી જિલ્લા ક્રોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ રાજુભાઇ આહિરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરિવાર પર પડેલ દુખને કદાચ આપણે હળવું ના કરી શકીએ પરંતુ ક્રોંગ્રેસ દ્વારા આવા પરિવારને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની જોગવાઈ મુજબ સહાય મળે તે હેતુથી અમારી ટીમે જહેમત ઉઠાવી મોરબી જિલ્લામાં ઓબીસી ક્રોંગ્રેસ દ્વારા ૫૦૦ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,607,823

TRENDING NOW