Monday, March 9, 2026

મોરબી કન્ટેનર કાપી ભંગાર વેચવાના કારસ્તાનમાં મોટો ખુલાસો… !

Advertisement
Advertisement
Advertisement

મોરબી કન્ટેનર કાપી ભંગાર વેચવાના કારસ્તાનમાં મોટો ખુલાસો… !

મોરબીના અમરેલી પાસે આવેલ બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે કન્ટેનર લાવી કટિંગ કરી તેનો ભંગાર બનાવી વેચવાના ગોરખધંધામાં પોલીસ દ્વારા ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ એલસીબીએ મળેલ બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા અમરેલી ગામ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની કાંટ માં રેઇડ કરતા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે લાવેલ કન્ટેનર કટિંગ કરી ભંગાર બનાવતા હોય ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત વધુ તપાસ કરતા તેમજ આરોપીઓની પૂછપરછ કરતાં મોટો ખુલાસો થયો હતો.

આ કામના આરોપીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. જેમાં આરોપીઓ મુન્દ્રા પોર્ટ પરથી આ કન્ટેનરો ચોરી કરીને લાવતા હોય જે કારસ્તાનમાં મુન્દ્રા કન્ટેનર યાર્ડના સુપર વાઈઝર પણ સામેલ હોઈ. ત્યારે મુન્દ્રા કન્ટેનર યાર્ડના સુપર વાઈઝર ભવ્યરાજ સિંહ ઉર્ફે ભાણુંભા તેમજ કન્ટેનર કટિંગ કરવા માટે જગ્યાની વ્યવસ્થા કરનાર મહાવીરસિંહ નું પણ નામ ખૂલ્યું હતું. જેને પકડી પાડવા માટે એલસિબીની ટીમ કાર્યવાહી કરી રહી છે. ઉપરાંત મુન્દ્રા મરીન પોલીસ મથકમાં આ અંગે ગુન્હો નોંધાયો છે

Related Articles

Total Website visit

1,595,143

TRENDING NOW